બાળ ગીત જ્ઞાન સરિતા વિદ્યાલય
મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ ધીમું બોલે.
ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ,
એની વાંકી ચાંચલડીનો લાલ લાલ રંગ.
એ તો હીંચકે બેસીને ઝૂલા ઝૂલે,
સીતા રામ સીતા રામ ધીમું બોલે.
મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ ધીમું બોલે.
એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય,
એને ખાતો જોઈને મારું મનડું હરખાય.
એ તો મસ્તીમાં આવી થૈ થૈ ડોલે,
સીતા રામ સીતા રામ ધીમું બોલે.
મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ ધીમું બોલે.