ચાલતી પટ્ટી

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ :Easyteach Edutainment Pvt.Ltd. ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ, ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે)

29 માર્ચ, 2016

હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.
               
વાદળનું તો પારણું બાંધ્યું ને તારાની હીંચકા દોરી,
ચાંદામામા લાડ લડાવે પરી રાણી કરે લોરી,
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.

સૂઈ જા ઓ મારી ઢીંગલી બેના રાત હવે પડવાની,
નાની નાની આંખો મીચી નીંદરડી જો મજાની,
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.

નીંદરડીએ પોઢીને તમે પવન પાંખે ઉડજો,
પંખીઓના મીઠાં મીઠાં ગીતો તમે સૂણજો,
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.
બાળ ગીત  જ્ઞાન સરિતા વિદ્યાલય 
મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ,
એની વાંકી ચાંચલડીનો  લાલ લાલ રંગ.

એ તો  હીંચકે બેસીને  ઝૂલા ઝૂલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય,
એને ખાતો  જોઈને  મારું મનડું હરખાય.

એ તો મસ્તીમાં આવી  થૈ થૈ ડોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.