ચાલતી પટ્ટી

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ :Easyteach Edutainment Pvt.Ltd. ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ, ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે)

13 ઑગસ્ટ, 2016

પ્રમુખ સ્વામી મહારાજનો શનિવારે સાળંગપુર મંદિર ખાતે ૯૫ વર્ષની જૈફ વયે દેહવિલય થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાની જાણ થતાં કરોડો હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તેઓ શારીરિક અસ્વસ્થતાને કારણે એક મહિનાથી બીમાર હતા. તેમને છેલ્લા ચાર-પાંચ દિવસથી લાઈફસપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. શ્રાવણ સુદ-૧૦ને તા. ૧૩-૮-૨૦૧૬ના રોજ સાંજે ૬ કલાકે તેમણે સાળંગપુરમાં દેહત્યાગ કર્યો છે. અક્ષરધામ ગમન કરનારા પ્રમુખ સ્વામી કરોડો હરિભક્તોની આંખોમાં અશ્રુ છોડી ગયા છે. તેમનાં અંતિમ દર્શનાર્થે દેશ-વિદેશમાંથી ભાવિકોનો મહેરામણ સાળંગપુર આવવા રવાના થયો છે.