શાળા અંગે સામાન્ય માહિતી અને લક્ષ્ય
- ગુજરાતી માધ્યમ શાળાને ગુજરાત સરકાર સ્વીકૃતિઆપેલ છે. અને Ashapura
Education trust દ્વારા સંચાલિત છે.
- આ શાળા સહશિક્ષણ અને દરેક ધર્મ તેમજ જાતિના વિદ્યાર્થીઓને ભેદભાવ વગર આવકારે છે. તથા તેઓને સેકેન્ડરી તેમજ હાયર સેકેન્ડરી પરીક્ષાઓ માટે તૈયાર કરે છે.
- આ શાળાનું ધ્યેય વિદ્યાર્થીઓને ફક્ત પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું જ નથી પરંતુ વિદ્યાર્થીની સર્જન શક્તિ અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા ચોક્કસ જવાબદારીઓ સોંપીને તેઓને ચરિત્ર્યનું ઘડતર તથા વ્યક્તિત્વ નિખારવાનું અને સામાજીક જાગૃતિ લાવવાનું છે.
- અમો વિદ્યાર્થીઓને તેમની વર્તણુંકમાં માનવતાના મૂલ્યો જાળવવા માટે પ્રેરિત કરીએ છીએ.
- આ ઝડપથી બદલાતા યુગમાં અને વિદ્યાર્થીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ વિશ્વાસપૂર્વક જીવે અને પોતાની બુદ્ધિપ્રતિભા તથા કુશળતાથી પોતાનું જીવન ઉજ્જવળ બનાવે એવા પ્રયત્નો કરીએ છીએ.
- અમો વિદ્યાર્થીઓના જીવનના દરેક ક્ષેત્રે સમાજીક જવાબદારીઓ માટે તત્પર રહે એવો પ્રયત્ન કરીએ છીએ.
- ટુંકાણમાં અમે અમારા બાળકો જીવન પર્યંત પોતાના શિક્ષણ દ્વારા પાયાના સિધ્ધાંતો અને વિચારોથી અન્યને લાભ આપે એ રીતે પ્રેરિત કરીએ છીએ.
- શાળામાં વિદ્યાર્થીની સામાન્ય પ્રતિભા બહાર લાવવા માટે ચર્ચાઓ, નાટ્ય, ગાયન, સંગીત, નૃત્ય, ઉદ્યોગ, આર્ટ અને વૈજ્ઞાનિક નમુનાઓ વિગેરીની સ્પર્ધાઓ રાખવામાં આવે છે.
- સરકાર માન્ય ડ્રોઇંગ પરીક્ષાઓ માટે પણ શાળાએ વ્યવસ્થા કરેલી છે.
- શાળામાં હરિફાઇ તેમજ પ્રવૃત્તિઓ અંદરો અંદરના જ વર્ગની વચ્ચે રાખવામાં આવે છે. જે શાળાની શિસ્તતાનું પાલન કરાવે છે.
- શાળાનું આ વાતાવરણ શિસ્તના તેમજ સામુહિક ઐક્યનું મૂલ્ય સમજાવે છે.