શાળા એ વિદ્યાનું મંદિર
છે. જ્યાં શિક્ષણ,સંસ્કૃત,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય
છે.વિદ્યાર્થીઓમાં રહેલી ઉણપ ને ઉજાગર કરવાને બદલે ઉણપો
દૂર કરવામાં વિદ્યાર્થીઓને સહાયરૂપ બની વ્યક્તિના જીવનમાં જરૂરી એવા જીવન
કૌશલ્યો,મૂલ્યો,વલણો
વગેરે નો વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આજે અનિવાર્ય
બની ચૂક્યું છે.આ લક્ષ્ય પ્રાપ્તિ માટે શાળાના કર્તવ્ય પરાયણ શિક્ષકો
ધ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણ, શાળામાં સાંસ્કૃતિક અને ઈતર પ્રવૃત્તિઓ,પરિક્ષાનું
આયોજન, ઉત્સવ
ઉજવણી રમત-ગમતના કાર્યક્રમો કરવામાં આવે છે.
શાળાના બાળકોને શ્રવણ,વાંચન,લેખન અને ગણન માં પારંગત બનાવી માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો સર્વોગી વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સાચા માનવીનું નિર્માણ કરવા માટે તેને પ્રેમ,હુંફ,અને સહાનુભૂતિ થી વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ ધ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
આજના I.T યુગમાં વિશ્વમાં જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહયો છે. શિક્ષણનો વ્યાપ વધી રહયો છે. ત્યારે પરંપરાગત કેળવણી અને નૂતન કેળવણીના અગત્યના પાસાઓને સુપેરે સાંકળવા માટે શિક્ષણના બદલાતા પ્રવાહોને પિછાણવાનું જરૂરી બન્યું છે. આ નૂતન પ્રવાહો અને પડકારોના શિક્ષણ તેમજ મૂલ્યાંકનના સંદર્ભોને આત્મસાન કરવાનું કામ શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનિવાર્ય બની રહયું છે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શાળામાં શિક્ષણકાર્ય તેમજ અન્ય પ્રવૃતિઓ થાય છે.